રાજકોટ પૂર્વ: વોર્ડ નંબર7માં આવેલા વોંકળામાં ખાબકી જતા યુવકનું મોત,સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા તપાસના આદેશ
રાજકોટ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા વોંકળામાં ખાબકી જવાથી 28 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવકનું નામ સર્જીલ સોલંકી હોવાનું સામે આવ્યું છે. મૃતક રાત્રિના સમયે વોંકળામાં અજાણતા ખાબકી ગયો હતો અને પાણીમાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે. કારણ કે છેલ્લા 5 મહિનાથી આ વોંકળાનું કામ અધૂરું પડ્યું હતું.