ભાવનગર: વરતેજ વિસ્તાર માંથી ઝડપાયેલા દારૂના કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા
ભાવનગર પેરોલ ફ્લો સ્કવોર્ડ ની ટીમે થોડા દિવસો પહેલા વરતેજ નજીકથી રાહુલકુમાર જેરામભાઈ સોલંકી અને ધર્મેશભાઈ અશોકભાઈ રત્નોતરને છોટા હાથી લોડિંગ વાહન સાથે કુલ રૂ. 5,13,470નો મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, જે દારૂ ભાવનગર ના કૃષ્ણનગરના પ્રવીણ ઉર્ફે બાડો રાઠોડ અને શકેશભાઈ ઉર્ફે કાળુ દ્વારા આપવામાં આવ્યો હોવાનું બહાર આવતાં આજે વરતેજ પોલીસે બંને ને ઝડપી લઈ કરુવાહી હાથ ધરી