આજે તારીખ 08/11/2025 શનિવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ શહેરના બે મુખ્ય રહેણાંક વિસ્તારોમાં ભયજનક રીતે નમી ગયેલા વીજ પોલને લઈને સ્થાનિકોના જીવ પર તોળાઈ રહ્યાં હતાં.લાંબા સમયથી ઘોર બેદરકારી દાખવી રહેલી ઝાલોદ MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)એ આખરે પગલાં લેતા માંડલી ફળિયા અને ખુદ MGVCL કચેરી નજીકના બંને જોખમી વીજ થાંભલાઓ હટાવી લેવામાં આવ્યા છે, જેના કારણે એક મોટી દુર્ઘટનાનો ભય ટળ્યો છે.