અંજાર: સરહદડેરીના ચેરમેનની રજૂઆતથી નેશનલ હાઇવેની ખામીને દૂર કરતાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા
Anjar, Kutch | Jan 8, 2026 અંજાર મતવિસ્તારમાં આવેલ હિરાપર પાટિયું અને આશાપુરા કેમ્પ પાસેની ગોલાઈ વર્ષોથી અકસ્માતોનું કારણ બની રહી છે. ત્યાંના સરહદ ડેરી સંયોજિત પશુપાલકો,દૂધ મંડળીઓ અને ગ્રામ પંચાયતો સહિત સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.રોડની ગોળાઈ દૂર કરી અકસ્માત ઝોન ને બદલે સેફ્ટી ઝોન કરવા છેલ્લા ૨૫ વર્ષ થી આ વિસ્તાર ની માંગણી હતી.આ મુદ્દે રાજ્ય કક્ષાના મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા મહત્વનો નિર્ણય લેવડાવી અમલીકરણ થયેલ છે.