માળીયા: માળીયાના જુના ઘાટીલા ગામે શક્તિપરામાં ચેકડેમ નજીક ચાલતી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી, ત્રણ ઝડપાયા, છ ફરાર...
Maliya, Morbi | Sep 24, 2025 માળીયા મિયાણા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિપરામાં ચેકડેમ નજીક આરોપી મનુભાઈ બેચરભાઈ લાલોડીયા સંચાલિત જુગારની મહેફિલ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને 96,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે પોલીસના આ દરોડા દરમિયાન છ આરોપીઓ નાસી છૂટતા પોલીસે તમામ નવ ઇસમો વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...