સોમવારે બપોરના સમય દરમિયાન પુણાગામ વિસ્તારમાં આવેલા હરિકૃષ્ણ સોસાયટીમાં આગની ઘટના બની હતી. મકાન નંબર 35 ના બીજા માળે આગ લાગતા ઘટના અંગેની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘરમાં રહેલ ઈલેક્ટ્રીક વાયરીંગ,સરો સામાન બળીને ખાત થઈ જતા મોટું નુકસાન થયું હતું. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.