માણસા: ગાયત્રી મંદિર ખાતે PM નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત આયુષ મેળો યોજાયો: ધારાસભ્ય જે.એસ.પટેલ, DDO હાજર રહ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો બુધવારે જન્મદિવસ ઉજવાયો હતો. ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત માણસા ગાયત્રી મંદીર ખાતે સવારે 11 વાગ્યે દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા આયુષ મેળાનું આયોજન કરાયું હતું. આયુષ કેમ્પમાં ગર્ભ સંસ્કાર, સ્ત્રીના રોગ, મર્મ ચિકિત્સા, ચામડીના રોગો, બાળકોના રોગોનું નિદાન કરાયું હતું.