માંડવી: ધાતવા ગામે પાવરગ્રીડ ની કામગીરી નો ખેડૂતો એ વિરોધ નોંધાયો
Mandvi, Surat | Oct 7, 2025 સુરત જિલ્લામાં પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી નો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ધાતવા ગામે પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ પહોંચતા ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. સ્થાનિક પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.