વડોદરા : હાથીખાના ગેટ નંબર 1ની સામે જાહેર રોડ પર પતંગની લારી લગાવવા મામલે કેટલાક ઈસમોએ રોડ પર ઝગડો કરી એકબીજા સાથે ઝપાઝપી અને બાથમ બાથી કરી બખેડો કર્યો હતો.આ ઝપાઝપીનો વીડિયો ત્યાંથી પસાર થતા એક નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો.જે વાયરલ થયેલા વીડિયોને આધારે કુંભારવાડા પોલીસ હરકતમાં આવી હતી અને જાહેરમાં મારામારી કરી સુલેહશાંતિનો ભંગ કરી બખેડો કરી ગુનો કરનાર ચાર ઈસમની ધરપકડ કરી કાન પકડાવી ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા.