વડનગર: મોલીપુર ગામે કેનાલમાં 3 બાળકો ડુબતા 2નો બચાવ 1 લાપતા
20 સપ્ટેમ્બરના રોજ બપોરે સામે આવતી માહીતી મુજબ સવારે ૧૧ વાગ્યાના આસપાસ વડનગરના મોલીપુર ગામે ધોરણ 8માં અભ્યાસ કરતા 3 બાળકો કેનાલમાં ડુબવાની ઘટના સામે આવતા ગામલોકો દોડી આવ્યા હતા. જેમાંથી 2 બાળકોને બચાવી લેવાયા છે અને એક બાળક લાપતા હોવાનું સામે આવ્યું છે. મહેસાણા ફાયર વિભાગે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે તો વડનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આઈકાર્ડ કેનાલમાં પડી ગયું હોવાથી બાળકો અંદર ઉતર્યા હતા એવું સ્થાનિકો પાસે જાણવા મળ્યું છે.