વાંસદા: વાંસદા તાલુકામાં ભારે વરસાદ અને ચક્રવાતથી ભારે નુકસાન, ઝાડ પડ્યા બાદ રસ્તા ખુલ્લા કરાયા
Bansda, Navsari | Sep 28, 2025 ગત રોજ મોડી રાત્રે વાંસદા તાલુકામાં ભારે વરસાદ સાથે ચક્રવાત સર્જાતા મુખ્ય સીણધઈ ગામના હોલીમોરા અને દુતાળા આંબા ફળિયામાં ભારે નુકસાન થયું હતું. તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ઝાડો પડી જતા રસ્તાઓ અવરોધિત થઈ ગયા હતા, જેના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત્રે જ ઘટનાની જાણ થતાં જ ટીમ તાત્કાલિક જેસીબી, મજૂરો અને કટર મશીન સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.