રાંદેરમાં ગુરુવારે લક્ષ્મી ફાર્મ માં ચાલુ લગ્ન પ્રસંગ દરમ્યાન લગ્ન મંડપ પાછળ આગ લાગી હતી.કચરામાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી.આગ વધુ પ્રસરે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા ફાયર એક્ઝિગ્યુશર ની મદદથી ફોમ ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આગ વધુ ન પ્રસરતા નુકશાની અને જાનહાનિ ટળી હતી.