ભાભર: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મ દિવસ નિમિત્તે ભાભર શહેરમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
આજ રોજ ભાભર મુકામે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા ભાભરની વિવિધ શાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાભર શહેરમાં જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત મહેમાનો નગરપાલિકા પુર્વ પ્રમુખ હરીલાલ આચાર્ય પ્રદેશ મંત્રી ભાજપ નૌકાબેન પ્રજાપતિ. ભાજપ શહેર પુર્વ પ્રમુખ અમરત માળી. ભાજપ શહેર પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા