ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય રતિલાલ કાલીદાસ ડાબગરે ગોધરા બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. 19 ડિસેમ્બરે બપોરે અમદાવાદ રોડ પર પ્રેસિડેન્ટ પેટ્રોલપંપ પાસે બે અજાણ્યા ઇસમોએ તેમને મોપેડ રોકાવી તપાસના બહાને ડેકી ખોલાવી. સોનાં-ચાંદી પહેરવા પ્રતિબંધ હોવાનું કહી તેમની સોનાની વીંટી ડેકીમાં મુકાવી હતી. બાદમાં વૃદ્ધ ત્યાંથી નીકળી ગયા. ઘરે પહોંચીને તપાસ કરતા ડેકીમાં વીંટી ન મળી. અજાણ્યા ઇસમોએ રૂ.16 હજારની સોનાની વીંટી ચોરી ફરાર થયા. આ