ગુરુવારે સવારે 10 થી 10:30 વાગ્યાના સમય દરમિયાન ભટાર રોડ પર આવેલ મુખ્યમંત્રી સુમન આવાસના 14માં માળેથી અજાણી મહિલાએ પોતાના પાંચ વર્ષના માસુમ બાળક જોડે મોતની છલાંગ લગાવતા બાળકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.જ્યારે માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં માતાનું પણ ટૂંકી સારવાર બાદ મોડી સાંજે મોત નીપજ્યું હતું.બનાવના પગલે ખટોદરા પોલીસે બંનેની લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.