ગોધરા: જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલની પરવડી શ્રી રામ વિદ્યામંદિરની ઓચિંતી મુલાકાત; શૈક્ષણિક કાર્યનું નિરીક્ષણ કર્યું
પંચમહાલ જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવા અને શાળાઓની કામગીરીની સમીક્ષા કરવા માટે જિલ્લા શિક્ષણ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલે ગોધરા તાલુકાની પરવડી સ્થિત શ્રી રામ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલે શાળાની શૈક્ષણિક અને વહીવટી કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના ભૌતિક સંસાધનો અને શૈક્ષણિક વા