બાવળા: ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈન ડેમેજ થતાં દુષિત પાણીની સમસ્યા
તા. 22/09/2025, મંગળવારે સાંજે 4 વાગે મળેલી માહિતી અનુસાર ધોળકા નગરપાલિકા હદ વિસ્તારમાં કલિકુંડ ખાતે હાલ અંડર ગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક લાઈન નાખવાનું કામ ચાલુ છે ત્યારે પાણીની લાઈન ડેમેજ થતાં દુષિત પાણીની સમસ્યા ઉદભવી છે. ધોળકા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ સમસ્યા હલ કરે તેવી લોક માંગ ઉઠી છે.