કાપોદ્રા વિસ્તારમાં શનિવારના રોજ હીરા કારખાનામાં કામ કરતા કલાકારનું મોત નીપજ્યું હતું.કામ કરતી વેળાએ હીરા કારખાનામાં સરણ ફાટતાં રત્ન કલાકાર ત્યાં જ ઢળી પડ્યો હતો.જ્યારે અન્ય બે લોકોને સામાન્ય નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્ત રત્ન કલાકારને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કરતા હીરા કારખાનેદાર માલિકની બેદરકારીના આક્ષેપ કર્યા હતા.જ્યાં યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી હતી.