આજે તારીખ 29/12/2025 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં ઝાલોદ એસ.ટી.ડેપો ખાતે અકસ્માત નિવારણ અને મુસાફર ફરિયાદ નિયંત્રણ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિભાગીય નિયામક તથા વિભાગીય પરિવહન અધિકારીની સૂચના અનુસાર યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસ તરફથી રાકેશભાઈ પલાસ તેમજ વિભાગીય કચેરી ખાતેથી રમેશભાઈ માછી (જુનિયર આસિસ્ટન્ટ) અને જે.પી. ડામોર (એ.ટી.આઈ.) ઉપસ્થિત રહ્યા હતા.