જૂનાગઢ: સરવાણ ફળિયા વિસ્તારમાં રહેતા પતિ પત્ની પર પૈસાની લેતી દેતી મામલે હુમલો , બે શખ્સો સામે ફરિયાદ નોંધાય
જુનાગઢમાં અસમાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. શહેરના સારવાન ફળિયા વિસ્તારમાં રહેતા મોસીનબાપુ કાદરીએ થોડા સમય પહેલા નિઝામ નામના શખ્સને સોનાના દાગીના ગીરવી આપ્યા હતા, પરંતુ પૈસા પરત ન મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ વાતનું મનદુઃખ રાખીને હનીફ ઉર્ફે હનુ જુણેજાએ ગીરીરાજ સોસાયટી વિસ્તારમાં મોસીનબાપુ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત મોસીનબાપુને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં પત્ની પર પણ હુમલો કરાયો હતો.