ડાંગ જિલ્લાનો ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપરનો માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે વધુ એક માસ માટે બંધ કરાયો
Ahwa, The Dangs | Sep 15, 2025 મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમા માર્ગ સુધારણા સહિત જોખમી કે જર્જરીત બ્રિજના નિરીક્ષણ અને મરામતની કામગીરી પૂરપાટ ગતિએ ચાલી રહી છે.આ કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા તથા સુબીર તાલુકાને જોડતા ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપર ધુડા ખાતે આવેલ માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે વધુ એક માસ સુધી બંધ કરાયો છે.