નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને જાહેર શાંતિ જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. જનમ ઠાકોરે તા. ૧/૧૧/૨૦૨૫થી ૩૦/૧૨/૨૦૨૫ સુધી શસ્ત્રો, દંડા, તલવાર, છરા, બંદુક સહિતના હથિયારો તેમજ સ્ફોટકો લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે; ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૫ હેઠળ સજા થશે.