સુઈગામ: વાવ-સુઈગામ તાલુકા માટે સહકારિતા સેલનું સંગઠન સંમેલન યોજાયું
વાવ માર્કેટ યાર્ડ ખાતે વાવ-સુઈગામ તાલુકા માટે સહકારિતા સેલનું સંગઠન સંમેલન યોજાયું હતું. આ સંમેલન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશના સહકારિતા સેલ દ્વારા આયોજિત કરાયું હતું. જેમાં પ્રદેશના સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, સ્થાનિક ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.