ભુજ સમરસ છાત્રાલયની નાયબ નિયામક દ્વારા આકસ્મિક મુલાકાત: વ્યવસ્થાઓની સમીક્ષા ભુજ-કચ્છ સ્થિત સમરસ કુમાર/કન્યા છાત્રાલયની નાયબ નિયામકશ્રી (અનુસૂચિત જાતિ કલ્યાણ) દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમણે છાત્રાલયમાં ભોજનની ગુણવત્તા, સફાઈ વ્યવસ્થા અને સિક્યોરિટીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓમાં ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. વિગત ચાર વાગ્યે મળી હતી