ડાયમંડ પાર્ક–4 વિસ્તારમાં આગામી તારીખ 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારી ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજનની પૂર્વ તૈયારી રૂપે આજે રવિવારે મંડપમુહૂર્તનો કાર્યક્રમ ભક્તિભાવસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. શ્રી લાડુ ગોપાલ ગૌશાળા દ્વારા આયોજિત આ શિવ મહાપુરાણ કથા દરમિયાન સિહોર (મધ્ય પ્રદેશ)ના પ્રખ્યાત આધ્યાત્મિક વક્તા શ્રી પંડિત પ્રદીપ મિશ્રાના શ્રીમુખેથી ભગવાન શિવના મહિમાનું રસપાન કરવાની દુર્લભ તક ભક્તોને મળનાર છે.