ચાચકા ગામના લાલસંગ મોબતસંગ ચાવડા એ ચુડા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ બાઇક લઇ કુડલા તરફ આવતા હતા ત્યારે ચાચકા ત્રણ રસ્તા પાસે બાઇક લઇ ઉભેલા બાબુભાઈ ખોડાભાઇ ભાંભળા તથા એક અજાણ્યા શખ્સે હાથમાં ધોકો લઇ ઉભો હોય તેમને ઉભા રખાવી અગાઉ ના ઝઘડાનું મનદુખ રાખી બોલાચાલી કરી ભુંડાબોલી ગાળો આપી પાછળ દોડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.