જૂનાગઢ: FPS એસોસીએશન દ્વારા બાજરાની અછત મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારીને કરી રજૂઆત
જુનાગઢ FPS એસોસીએશન એ જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ બાજરાનું પૂરતું વિતરણ ન થતા વેપારીઓ અને કાર્ડધારકો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. તાલુકામાં અંદાજે ૯૩૭૦ ક્વિન્ટલ બાજરાની જરૂર હોવા છતાં માત્ર ૩૮૦૦ ક્વિન્ટલ જથ્થો જ ગોડાઉનમાં ઉપલબ્ધ છે. એસોસીએશને ચેતવણી આપી છે કે સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે તો હડતાલ પર જવું પડશે. તહેવારોને ધ્યાનમાં રાખીને સમયસર જથ્થો પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે.