વાંકાનેર: વાંકાનેરના પેડક ખાતે પંદર દિવસ પુર્વે થયેલ માતાના નિધન બાદ ગુમસુમ રહેતા પુત્રએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું….
Wankaner, Morbi | Sep 22, 2025 વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાં રહેતા નિક્કીરાજસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલા (ઉ.વ. 32) નામનો યુવાન છેલ્લા દોઢેક વર્ષથી ડિપ્રેશનમાં આવી જતાં તેની દવા ચાલી રહી હોય દરમ્યાન પંદર દિવસ પહેલા નિક્કીરાજસિંહના માતાનું નિધન થતાં વધુ ડિપ્રેશનમા આવી જઈ યુવાને ગઇકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…