સુરતના વેસુનું જ્વેલર્સ દંપતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ભેટ આપશે સિલ્વર પ્લેટેડ બેટ અને સ્ટમ્પ,જુવો વીડિયો
Majura, Surat | Nov 3, 2025 સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જ્વેલર્સ દંપતીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સિલ્વર પ્લેટ બેટ અને સ્ટમ્પ ની ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વેસુના જ્વેલર્સ વેપારી દીપક ચોકસી અને તેમના પત્ની શીતલ ચોક્સી દ્વારા 340 ગ્રામ ચાંદીની સિલ્વર પ્લેટેડ બેટ અને સ્ટમ્પ બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનના વેપારીઓ દ્વારા બનાવવામાં આવેલ સ્ટમ્પ અને બેટ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આગામી દિવસોમાં ભેટ સ્વરૂપે આપવા દંપત્તિએ નિર્ણય કર્યો છે.