મળતી વિગત મુજબ, ટુવા વિસ્તારમાં રહેતા ભારતીબેન સોલંકી આજે સવારે પોતાની બાળકીને શાળાએ મૂકવા ગયા હતા. શાળાના દરવાજે પહોંચતા જ તેમને અચાનક ચક્કર આવ્યા હતા, જેના કારણે તેઓ સંતુલન ગુમાવીને નીચે પટકાયા હતા. જમીન પર પટકાતા ભારતીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. આસપાસના લોકોએ તાત્કાલિક એકઠા થઈ તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા