જૂનાગઢ જિલ્લાના ચોકી ગામમાં LED લાઈટનું કામ પૂર્ણ થવા પહેલા જ તાલુકા પંચાયત દ્વારા બિલ ચૂકવાઈ જતાં વિવાદ ઊભો થયો છે. રજૂઆત બાદ ચાર મહિના પછી લાઈટ ફીટ કરી મામલો દબાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે. તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણ સોલંકીએ પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી TDO સામે કાર્યવાહી માગી છે. જિલ્લા વિકાસ અધિકારીએ ક્લાસ-વન અધિકારીની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવાની જાહેરાત કરી છે.