વઘઈ તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોમાં પીવાના પાણીનું ટેન્કરનું વિતરણ ધારાસભ્ય વિજય પટેલ હસ્તે કરવામાં આવ્યું.
Ahwa, The Dangs | Sep 15, 2025 ડાંગના ધારાસભ્ય વિજય પટેલના 173 - ડાંગ વિધાનસભા મત વિસ્તારની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વઘઈ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા આજરોજ ડાંગ ભાજપા અધ્યક્ષ કિશોરભાઈ,વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઈ,સરપંચશ્રીઓની ઉપસ્થિતિમાં પીવાના પાણીના ટેન્કરનું વિતરણ કરવામા આવ્યું હતું. ધારાસભ્ય વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.