મહુવા: મહુવા નવા પુલ નજીકથી બાતમીવાળી આર્ટિગા ગાડીમાંથી વિદેશદારૂ સહિત કુલ્લે 7,68,720 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરતી LCB ટીમ.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત જિલ્લા એલસીબી ટીમને બાતમી મળી હતી કે દમણ થી અર્ટિગા કાર (DD-03-K-5824)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને કાર અનાવલ મહુવા થઈ બારડોલી તરફ જનાર છે.જે બાતમી આધારે જિલ્લા એલસીબીની ટીમ મહુવા નવા પુલ નજીક ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બેઠા હતા તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તલાસી લેતા અંદરથી મોટા પ્રમાણમા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.