નવસારી: નવસારીમાં ધોધમાર વરસાદથી શહેર-ગ્રામ્ય વિસ્તારો ભીંજાયા, બાગાયતી ખેડૂતોની ચિંતા વધી
નવસારીમાં છેલ્લા બે દિવસથી છૂટા છવાયા વરસાદી ઝાપટા બાદ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કાળા દીબાંગ વાદળો વચ્ચે શહેરના ધાનેરા પોઇન્ટ, સ્ટેશન રોડ, ડેપો, સર્કિટ હાઉસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ પડતા બાગાયતી વિસ્તારના ખેડૂતો, ખાસ કરીને ચીકુ પકવવાની પ્રક્રિયામાં વ્યસ્ત ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ભારે વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો હવામાન અંગે ચિંતિત બન્યા છે.