ધ્રાંગધ્રા: શહેરમાં દિવાળીની છેલ્લી ઘડીએ ખરીદીનો જોર બજારમાં માનવ કિડિયારૂ ઉભરાયું
ધ્રાંગધ્રા શહેરમાં દિવાળીના પર્વની ઉજવણીને અનુલક્ષીને શહેરના બજારોમાં છેલ્લી ઘડીએ ખરીદીનો જોરદાર માહોલ જોવા મળ્યો હતો સવારે ધીમે ધીમે શરૂ થયેલી ખરીદી બોપર પડતાં જ શિખર પર પહોંચી ગઈ હતી, ત્યારે ધ્રાંગધ્રાના મુખ્ય બજારો, સ્ટેશન રોડ, કોટચૌક વિસ્તાર સહિતના વિસ્તારોમાં જાણે માનવ સમુદ્ર ઉમટી પડ્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો