નવસારી: તાલુકા સહિત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, તંત્રએ શરૂ કરી સર્વેની કામગીરી, અતુલ ગજેરાએ આપી માહિતી
નવસારી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 121 ગ્રામ સેવકોને તેમના વિસ્તારમાં પાકને થયેલ નુકસાન અંગે સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ જિલ્લામાં કુલ 46 હજાર હેક્ટર વિસ્તાર હેઠળ ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાંથી લગભગ 36 હજાર હેક્ટરમાં ઉભો પાક છે જે વરસાદથી અસરગ્રસ્ત થયો છે.