વડોદરા નજીક આવેલ કરોડિયા ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સમારકામ દરમ્યાન માટીમાં શ્રમિક ઊંડા ખાડામાં દબાયો હતો. જેને ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ બહાર કાઢી 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દીધો હતો.મૃતક શ્રમિકનું નામ કાંતિભાઈ ચારેલ (દાહોદ મૂળ, ઉંડેરા તળાવ વડોદરા) હોવાનું સામે આવ્યું છે.હાલમાં આ શ્રમિક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે