વાંસદા: વાંસદા અને ચીખલીમાં વાવાઝોડાનો કહેર, સાંસદ ધવલ પટેલે ખેડૂતોના નુકશાન માટે રાહત પેકેજ માટે રજુઆત કરી
Bansda, Navsari | Sep 29, 2025 વાંસદા અને ચીખલી વિસ્તારમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ખેડૂતોની ખેતીને ભારે નુકશાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસદ ધવલ પટેલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિનંતી પત્ર પાઠવીને પીડિત ખેડૂતોને તરત જ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. સોમવારે બાયોરે 4 કલાકે મળતી માહિતી મુજબ ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ઘણા ખેડૂતોના પાક બરબાદ થયા છે તેમજ ખેડૂતોને આર્થિક રીતે મોટો ઝટકો સહન કરવો પડી રહ્યો છે.