ખેરાલુ: ખેરાલુમાં યોજાનાર યુનિટી માર્ચ અંગે ધારાસભ્ય કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ધારાસભ્ય કાર્યાલય ખાતે આગામી 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ખેરાલુ વિધાનસભામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાવાની છે તેની રૂપરેખા તૈયાર કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા રૂટ તેમજ અન્ય વ્યવસ્થાઓની કાર્યકર્તાઓને જાણકારી આપી યુનિટી માર્ચમાં મોટાપાયે લોકો જોડાય એ માટે લોકોને વાત પહોંચાડવા અને જાગૃત કરવા સુચના આપી હતી.