ગાંધીનગર: સે-30 પીએમ કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી ચેશ ચેમ્પિયન સ્પર્ધા યોજાઈ, દેશભરના રાજ્યોની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આયોજિત ૫૪મી રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા અંતર્ગત ચેસ (કન્યા) ની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું ભવ્ય ઉદ્ઘાટન ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નં. ૧, ગાંધીનગર ખાતે થયું હતું. આ સ્પર્ધામાં દેશભરમાંથી વિવિધ પ્રાદેશિક કેન્દ્રીય વિદ્યાલયોની ૨૧૬ કન્યા ખેલાડીઓ અંડર-૧૭ અને અંડર-૧૯ શ્રેણીઓમાં ભાગ લઈ રહી છે. આગરા, જમ્મુ, જયપુર, ચેન્નઈ,પજાબ સહિતના રાજ્યોની કન્યા વિદ્યાર્થીનિઓ એ ભાગ લીધો.