વડાલી: શહેરના વિવેકાનંદ ચોક ખાતે AHP ના ડો. પ્રવીણ તોગડીયાએ સભા સંબોધી.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડૉ. પ્રવિણભાઈ તોગડિયા ગઈ કાલે રાત્રે 9 વાગ્યા ના સુમારે વડાલીની મુલાકાતે આવ્યા હતા. તેમણે સ્વામી વિવેકાનંદ ચોક ખાતે એક જાહેર સભાને સંબોધન કર્યું હતું.વડાલી પહોંચ્યા બાદ, ડૉ. તોગડિયાએ સૌપ્રથમ વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આવેલા વિનુભાઈ સગરના નિવાસસ્થાને ભોજન લીધું હતું. ત્યારબાદ તેઓ પોતાના કાફલા સાથે નગરપાલિકા સામેના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પહોંચ્યા હતા, સભા સંબોધી હતી.