ખેરાલુ: મનરેગા કૌભાંડ ઉજાગર થતાં ખેરાલુના સરપંચોએ લોકપાલ વિરૂદ્ધ મામતદારને આવેદનપત્ર આપ્યું
ખેરાલુ તાલુકાના સરપંચોએ ભેગા મળીને લોકપાલ વિરુદ્ધ જ આવેદનપત્ર આપી નિમણુંક રદ કરવાની માંગણી કરી છે. ચાચરીયા ગામે બનાવટી રસ્તા માટે કૌભાંડ સામે આવ્યું હતું અને લોકપાલની તપાસમાં 8 કરોડનું કૌભાડ દર્શાવાયું છે જેના સામે હવે સરપંચોએ એકતા બતાવીને લોકપાલની નિમણુંક રદ કરવા માંગણી કરી છે જો નિમણુંક રદ નહી થાય તો આગામી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.