લુણીધાર ગામમાં બાળક મુદ્દે પત્ની પર પતિનો હુમલો—મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં અમરેલી ખસેડાયા
Amreli City, Amreli | Dec 3, 2025
અમરેલીના લુણીધાર ગામમાં પરિવારનાં બાળક સંબંધિત મુદ્દાને લઈને દંપતી વચ્ચે વાદવિવાદ સર્જાયો હતો. આ દરમિયાન પતિએ ક્રોધે ભરાઈ સુગનાબેન પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુગનાબેનને ઈજાઓ થતા તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.