ગાંધીનગર: વિકાસ સપ્તાહ અંતર્ગત સરઢવ ગામ ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૧ કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત લોકાપર્ણ
સરઢવ ગામે ખાતે હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રીના હસ્તે ગામના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ. ૧.૦૨ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે મંત્રી હર્ષ સંઘવીએ વિકાસ રથના સરઢવ ગામે વધામણા કર્યા હતા. કાર્યક્રમમાં આશરે ૬૫૦થી વધુ લોકો જોડાયા હતા.