વંથળી: ટીકર ઓઝત નદીમાં આર્મી જવાન ડૂબ્યો ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા, ફાયર ટીમ તાત્કાલિક પહોંચી
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓઝત નદીમાં ભરત ભેટારીયા નામનો આર્મી જવાન ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને નદી કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વંથલી તાલુકાના ટીકર ગામના રહેવાસી અને આર્મીમાં ફરજ બજાવતા યુવાન ભરતભાઈ ભેટારિયા ઓઝત નદીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.