ઊંઝા: ઊંઝા શહેરના વોર્ડનં. 8 માં વિશાળકાય વૃક્ષ ધરાશાય થતાં રસ્તો બ્લોક, તંત્ર દોડતું થયું,JCB દ્વારા રસ્તો ખુલ્લો કરાયો
Unjha, Mahesana | Sep 28, 2025 હવામાનની આગાહીને આધારે ઊંઝા પંથકમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું જેમાં બપોરે 3 20 કલાકે ઊંઝા વોર્ડ નં.8માં પેટ્રોલ પંપ પાસે એક મોટું ઝાડ પડી જતા તંત્ર દોડતું થયું. ગંજ બજારના એક વેપારી દ્વારા કરવામાં આવેલા ફોનને આધારે નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલ ટેલિફોનિક વાતચીત બાદ ઘટનાની ગંભીરતા ની જાણ થતાં તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા નગરપાલિકા નું jcb બોલાવી સત્વરે ઝાડ હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.