બાવળા: સોમનાથ સ્વાભિમાન પર્વ સંદર્ભે ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસમાં ભાજપની મિટિંગ યોજાઈ
સોમનાથ સ્વાભિમાન પર્વ સંદર્ભે ધોળકાની પસંદગી 72 કલાક શિવ ધૂન માટે થઈ છે. ત્યારે તેના આયોજન સંદર્ભે આજરોજ તા. 07/01/2026, બપોરે 2 વાગે ધોળકા નવા સર્કિટ હાઉસ ખાતે ભાજપની અગત્યની મિટિંગ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં તા. 8, 9 અને 10 જાન્યુઆરીએ નાગનાથ મહાદેવ, કલિકુંડ, ધોળકા ખાતે સળંગ 72 કલાક શિવ ધૂનનું આયોજન કરાયું છે તેને સફળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.