પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં બેફામ દોડતા વાહનોનો આતંક યથાવત છે. વંદેલી ગામે પોતાના ઘર પાસે શાંતિથી બેઠેલા એક વ્યક્તિને પૂર ઝડપે આવતી ઈકો કારના ચાલકે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.