સુરત સહિત વિવિધ જિલ્લાઓમાંથી ખરીદી માટે આવતા લોકોની સંખ્યાથી સુરતનો ચૌટા બજાર ઉભરાઈ રહ્યો છે.સુરત સહિત નવસારી,બીલીમોરા,વલસાડ જેવા જિલ્લામાંથી લોકો દિવાળી ના પર્વની ખરીદી કરવા અહીં આવી રહ્યા છે.લોકોના ભારે ઘસારા ના પગલે અહીં સારા વેપારની આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.જ્યાં ભારે ભીડભાડ ના લાભ લઈ સ્નેચિંગ અને ચોરી કરતા તત્વો પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની બાઝ નજર રહેલી છે.