મુળી તાલુકાના ટીકર ગામે ઘાયલ ઘુડખરનો વિડીયો વાયરલ થતા વનવિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. શેડ્યૂલ વનમાં આવતું આ વન્યપ્રાણી બચાવવા માટે સુરેન્દ્રનગર વનવિભાગે મુળી રેન્જની રેસ્ક્યુ ટીમને સક્રિય કરી હતી. RFO, રાઉન્ડ ફોરેસ્ટર સહિત વનકર્મચારીઓ અને ગ્રામજનોની મદદથી સવારથી શરૂ થયેલી રેસ્ક્યુ કામગીરી 16 કલાક બાદ બપોરે સફળ રહી. પછી વેટરનરી ડોક્ટરો દ્વારા સારવાર બાદ ઘુડખરને સલામત રીતે વડધ્રા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.